નવસારીમાં ૨૭ ઓક્ટોબરથી ‘સ્વદેશી મેળો–૨૦૨૬’નું આયોજન, સ્ટોલ બુકિંગ માટે વેપારીઓને અપીલ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક ઉત્પાદનો, સ્વદેશી ચીજવસ્તુઓ, હસ્તકલા તથા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી સતત બીજા વર્ષે ‘સ્વદેશી મેળો–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૭ ઓક્ટોબરથી ૦૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન આશાનગર સર્કલ પાસે, પરમાર હોસ્પિટલની સામે, દુધિયા તળાવ રોડ, નવસારી ખાતે આ મેળો યોજાશે.

મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પોતાનાં ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. મેળામાં હસ્તકલા, કલાત્મક ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો, ઘરવપરાશની વસ્તુઓ સહિત વિવિધ સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટેની તકો ઉપલબ્ધ થશે.

નવસારી મહાનગરપાલિકાના શહેરી આજીવિકા કેન્દ્ર (UCD) વિભાગ દ્વારા આયોજિત આ મેળામાં ફક્ત સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરતા વેન્ડર્સને જ સ્ટોલ બુકિંગ માટે આવકારવામાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને આ તકનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

સ્ટોલની સંખ્યા મર્યાદિત હોવાથી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે બુકિંગ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્ટોલ બુકિંગ અને નોંધણી માટે ઇચ્છુક વેન્ડર્સ નીચેની Google Form લિંક દ્વારા પોતાની વિગતો ભરી શકશે.

નોંધણી લિંક:

નોંધણી લિંક:

મહાનગરપાલિકાએ સ્થાનિક સ્વદેશી ઉત્પાદકો, વેપારીઓ અને વેન્ડર્સને મેળામાં સહભાગી બની આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો