છોટાઉદેપુરમાં સંસદીય સંકુલ વિકાસ પરિયોજનાનો ભવ્ય પ્રારંભ, 7 ખેડૂતોને ટ્રેક્ટર સહાય અપાઈ

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા અને છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના હેતુથી 18મી ઓક્ટોબર, રવિવારના રોજ વસેડી ખાતે ‘સંસદીય સંકુલ વિકાસ પરિયોજના’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંત કૃપા ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠક વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પરિયોજનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે વસેડી જૂથ ગ્રામ પંચાયતના પટાંગણમાં જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઢોલ-નગારાં, પુષ્પગુચ્છ અને કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પરિયોજનાના પ્રારંભિક તબક્કામાં સાત ખેડૂતોને ટ્રેક્ટર સહાય આપવામાં આવી હતી. પરિયોજનાનો મુખ્ય હેતુ છોટાઉદેપુર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને સરકારી યોજનાઓ, સહાય અને વિકાસલક્ષી કામગીરી અંગેની માહિતી એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી માહિતીના અભાવે કોઈપણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય. ખાસ કરીને રોજગારી માટે અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા જતા લોકોને સ્થાનિક સ્તરે રોજગારી અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવવા તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને ગતિ આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં દાહોદના લોકસભા સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા,છોટાઉદેપુર સાંસદ જશુંભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પ્રભારી હિંમતસિંહ પડશાળા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા અને રામસિંહભાઈ રાઠવા સહિતના આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ જનસેવા, સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને છોટાઉદેપુરના વિકાસને નવી દિશા આપવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરિયોજનાનું કાર્યાલય નાગરિકો સાથે સતત સંપર્ક જાળવી તેમની સમસ્યાઓના નિરાકરણ અને સરકારી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

રણાસણ પટેલ આર.કે. હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી બેસ્ટ એક્શન અને બેસ્ટ ડ્રેસિંગમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો