MORBI:મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: ૨૦ ઓક્ટોબરે પ.પૂ. મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન, ૧૬ દિવસ સુધી ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે


મોરબીના આંગણે નવનિર્મિત ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી ૨૦ ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે મોરબી પધારી રહ્યા છે. પૂજ્ય સ્વામીશ્રીના આગમનને વધાવવા સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં હજારો ભક્તો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે.
પ.પૂ. મહંતસ્વામી મહારાજ તા. ૨૦ ઓક્ટોબરથી ૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી ૧૬ દિવસ મોરબીમાં રોકાણ કરી ભક્તોને દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. આ દરમિયાન મોરબીના આંગણે ભક્તિ, સત્સંગ અને ભારતીય સંસ્કૃતિની ભાગીરથી વહેશે.
મહોત્સવના મુખ્ય – કાર્યક્રમોની રૂપરેખા તારીખ અને વારસમયકાર્યક્રમ ૨૦ ઓક્ટોબર (મંગળવાર)સવારે ૯:૦૦ કલાકેપ.પૂ. મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન અને સ્વાગત ૨૩ ઓક્ટોબર (શુક્રવાર)સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦વિશ્વશાંતિ મહાયજ્ઞ (સત્ર-૧)
સ્વાગત તથા અભિવાદન સમારોહ ૨૪ ઓક્ટોબર (શનિવાર)સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ સાંજના સમયેવિશ્વશાંતિ મહાયજ્ઞ (સત્ર-૨) ઠાકોરજીની ભવ્ય નગર શોભાયાત્રા

૨૫ ઓક્ટોબર ( રવિવાર)(મુખ્ય પ્રતિષ્ઠા દિવસ)સવારે ૯:૦૦ થી ૧:૦૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા ૨૮ ઓક્ટોબર થી ૨ નવેમ્બરસવારે ૬:૦૦ થી ૮:૦૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦પ્રાતઃપૂજા દર્શન સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો (૨ નવેમ્બરે વિરાટ મહિલા સંમેલન) ૪ નવેમ્બર (બુધવાર)—પ.પૂ. મહંતસ્વામી મહારાજની ભાવભરી વિદાય













