ફ્રાન્સમાં શિક્ષણ સુધારા અને મોંઘવારી વિરુદ્ધના દેખાવો ઉગ્ર બન્યા

પેરિસ : આખા ફ્રાન્સમાં ચાલતા શિક્ષણમાં સુધારા અને મોઘવારી સામેના દેખાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. દિવસ વીતવાની સાથે વિરોધ પ્રદર્શનો અને દેખાવો વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે. હવે દેખાવકારો મિલકતોને નુકસાન પહોંચાડવા લાગ્યા છે. પેરિસમાં કાર અને ન્યૂઝપેપર કિઓસ્કને દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી. પોલીસે હિંસક દેખાવકારોને વિખેરવા ટીયરગેસના શેલ છોડવા પડયા હતા. આવી જ સ્થિતિ ફ્રાન્સના બીજા મોટા શહેરોની છે. તેમાં પણ મોટાપાયા પર આગજનીના બનાવ બની રહ્યા છે.

ફ્રાન્સના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર લિયોનમાં ટુરિસ્ટ ઓફિસની અદરથી જ આગ લાગી હતી. દક્ષિણના પોર્ટ સિટી માર્સેલીમાં કેટલાક જૂથોએ પોલીસ સ્ટેશન અને કેટલીક દુકાનોે નુકસાન પહોંચાડયુ હતુ. કેટલાક દેખાવકારો સિટી હોલની લોબીમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.

પેરિસમાં પોલીસે ટીયરગેસ અને વોટર કેનનો ઉપયોગ કરીને લોકોને પાછા ધકેલ્યા હતા. લોકો માસ્ક પહેરીને આવ્યા હતા અને રાયટ પોલીસ પર ફટાકડાઓ અને અન્ય વસ્તુઓ ફેંકતા હતા. ઉત્તરપૂર્વ પેરિસમાં અને ગલીઓમાં મોટાપાયા પર રાયટ પોલીસ ગોઠવવામાં આવી હતી.
મોટાભાગના શાંતિપૂર્ણ દેખાવકારો પેરિસના ઉત્તરપશ્ચિમે થયેલી કૂચમાં જોડાયા હતા. આખા ફરાન્સમાં દેખાવકારોએ સોશિયલ મીડિયા પર આ ચળવળને યલો વેસ્ટ મૂવમેન્ટ નામ આપ્યુ હતુ, જે ૨૦૧૮માં સામાજિક અન્યાય સામેની લડત મનાતી હતી. વિદ્યાર્થીઓતો સપ્ટેમ્બરના મધ્યાંતરથી સ્કૂલોની ઘેરાબંધી કરીને વિનંતી કરી રહ્યા છે અને તેમના સમર્થનમાં જોડાવવા વિનંતી કરી રહ્યા છે.

દેશના અગ્રણી શ્રમસંઘોમાં એક સીજીટીએ પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યુ છે અને ઊંચા વેતન તથા પેન્શનની જોડે નીચા ભાવની સાથે જાહેર સેવામાં સંરક્ષણની માંગ કરી છે જેથી લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય.

દેેશના ગૃહપ્રધાન લોરેન્ટ નોનેઝની ઓફિસે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ પેરિસ સિવાય દેશમાં કુલ બીજા ૧૪૦ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા હોવાનું નોંધ્યુ છે. તેમા ૩૦ હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. આખા દેશમાં ૧૬૬ની ધરપકડ કરવામાં આવી હતી.નુનેઝની ોફિસે જણાવ્યું હતું કે પેરિસ, માર્સેલી, રેનિસ, ટુલૌસ અને એન્ગર્સમાં લોકોએ માસ્ક પહેરીને હિંસા આચરી હતી. પ્રમુખ મેક્રોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો