HALVAD:મોરબી હળવદના ચંદ્રગઢમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા પિતાએ જ પરાઈના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

HALVAD:મોરબી હળવદના ચંદ્રગઢમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા પિતાએ જ પરાઈના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામે તાજેતરમાં બનેલી ચકચારી અંધાધૂંધ હત્યાના વણઉકેલાયેલા ગુનાનો મોરબી જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. કોઈ પણ પ્રત્યક્ષદર્શી સાક્ષી કે પ્રાથમિક કડી ન હોવા છતાં, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સગા પુત્રની હત્યા કરનાર આરોપી પિતાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી લોખંડની પરાઈ (કોસ) કબજે કરી છે.

ચંદ્રગઢ ગામે રહેતા ૨૭ વર્ષીય યુવાન અનીલભાઈ રામજીભાઈ જાદવ (દલવાડી)ના માથામાં કોઈ બોથડ કે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઘા મારી ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા શામજીભાઈ કરશનભાઈ જાદવે અજાણ્યા શખ્સ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કોઈ સીધા પુરાવા ન હોવાથી આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર બની ગયો હતો.

પોલીસ તપાસ અને ખુલાસો:

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી એલ.સી.બી., એસ.ઓ.જી. અને હળવદ પોલીસની વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતકના પારિવારિક સંબંધો અને ઘરની હિલચાલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં શંકાની સોય પરિવાર તરફ જ વળી હતી.

પોલીસે મૃતકના પિતા રામજીભાઈ કરશનભાઈ જાદવની સઘન પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું હતું. મૃતક અનીલની પત્નીના લગ્નેતર સંબંધો બાબતે પિતા રામજીભાઈએ તેને ઠપકો આપ્યો હતો. પુત્રને આ ઠપકો ન ગમતાં પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે આવેશમાં આવી પિતાએ નજીકમાં પડેલી લોખંડની પરાઈ (કોસ) વડે પુત્રના માથા પર જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હળવદ પોલીસે ૪૯ વર્ષીય આરોપી પિતા રામજી કરશનભાઈ જાદવની વિધિવત ધરપકડ કરી, હત્યામાં વપરાયેલું હથિયાર કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો