MORBI :મોરબીના બગથળામાં ઠોરિયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો પ્રથમ પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે

MORBI :મોરબીના બગથળામાં ઠોરિયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો પ્રથમ પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે

નવચંડી યજ્ઞ, રાસ-ગરબા અને સ્નેહમિલનનું આયોજન

બગથળા ગામે બિરાજમાન ઠોરિયા પરિવારના કુળદેવી શ્રી રાજમાન રાજેશ્વરી બહુચરાજી માતાજીના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ગત વર્ષે આસો સુદ તેરસના પાવન દિવસે રંગેચંગે સંપન્ન થઈ હતી. આ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, આગામી તારીખ 24 ઓક્ટોબર 2025 (આસો સુદ તેરસ, શનિવાર) ના રોજ શ્રી બહુચર ધામ, બગથળા ખાતે સમસ્ત ઠોરિયા પરિવાર દ્વારા પ્રથમ વાર્ષિક પાટોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આજુબાજુના ૨૩ ગામોમાં વસતા ઠોરિયા પરિવારના અંદાજે ૪૫૦ કુટુંબો એકત્ર થઈને કુળદેવીના સાનિધ્યમાં પાવન નવચંડી યજ્ઞ અને પાટોત્સવની ઉજવણી કરશે. પાટોત્સવની સાથે સમસ્ત ઠોરિયા પરિવારનું ભવ્ય સ્નેહમિલન પણ યોજાશે. આ પ્રસંગે બગથળા સ્થિત નકલંક મંદિરના મહંત પૂજ્ય દામજી ભગત વિશેષ ઉપસ્થિત રહી સમગ્ર પરિવારને પોતાના આશીર્વચન પાઠવશે. મહોત્સવ દરમિયાન બપોરે ૨૫૦૦થી વધુ જ્ઞાતિજનો સમૂહ મહાપ્રસાદનો લાભ લેશે.

પાટોત્સવની પૂર્વસંધ્યાએ, ૨૩ ઓક્ટોબર (શુક્રવાર) ના રોજ રાત્રે જાણીતા લોકસાહિત્યકાર અને કલાકાર હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટ સાથે ભવ્ય દાંડિયારાસ તથા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ ધર્મોત્સવ અને સ્નેહમિલનમાં સમસ્ત ઠોરિયા પરિવારના ભાઈ-બહેનોને સહપરિવાર પધારી દર્શન, સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો