ભાજપ કિસાન મોરચા દ્વારા કન્યા પૂજન:”દીકરીઓનું સન્માન એ નારીશક્તિનું સન્માન”-દીકરીઓના ચરણ ધોઈ ભેટ અર્પણ કરાઈ.

તારીખ ૧૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મા જગદંબાના સ્વરૂપ સમાન નાની દીકરીઓનું પૂજન અને સન્માન કરવાનો વિશેષ કાર્યક્રમ પંચમહાલ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાયો હતો.

કાલોલ તાલુકાના કાતોલ ગામના દાદા વાડા ફળિયા ખાતે યોજાયેલા આ ભાવસભર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી અને ઉપપ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાતોલ ગામના અગ્રણી આગેવાન અને ડેપ્યુટી સરપંચ ગુણવંતસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પાવન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મા જગદંબાના સ્વરૂપ સમાન નાની દીકરીઓના ચરણ ધોઈ, ફૂલ અને ચોખા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક દીકરીને ભેટ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “દીકરીઓનું સન્માન એ નારીશક્તિનું સન્માન છે.”નવરાત્રીમાં કન્યા પૂજનનું અનેરું મહત્વ છે અને ભાજપ કિસાન મોરચો હંમેશા સમાજમાં દીકરીઓના સન્માન અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. જ્યાં સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો