કાલોલમાં ભાજપનો નવરાત્રિ દર્શન-આરતી કાર્યક્રમ: સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ વિવિધ ગરબા સ્થળોએ માતાજીના દર્શન કર્યાં.

તારીખ ૧૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતીય જનતા પાર્ટી – કાલોલ નગર દ્વારા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે માતાજીના દર્શન અને આરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમમાં 18-પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલ કાલોલ નગરના વિવિધ નવરાત્રિ મહોત્સવના આયોજનોમાં ઉપસ્થિત રહીને અંબા માતાજીના પાવન દર્શન કર્યા હતા અને આરતીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ શહેર પ્રભારી કકુલભાઈ પાઠક અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. જેમાં હાઉસિંગ સોસાયટી, સુવર્ણ હોલ ખાતે રાત્રે 9:00 કલાકે ત્યારપછી કાછીયાવાડી ખાતે રાત્રે 9:30 કલાકે અને મહાલક્ષ્મી ચોક – રાત્રે 10:00 કલાકે આમ ત્રણેય સ્થળોએ ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને નગરજનો આરતીમાં સહભાગી થયા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો