જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ગીરસોમનાથ તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પીએમ શ્રી નવોદય વિદ્યાલયના ના પટાંગણમાં દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી “બેટી બચાવો, બેટી પઢાઓ” તથા “ગુડ ટચ–બેડ ટચ” વિષય પર કાર્યકમમાં દીકરીઓના શિક્ષણનું મહત્વ, દીકરા-દીકરી વચ્ચે સમાનતા, બાળલગ્ન અટકાવવા અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવી, કોઈ વ્યક્તિ દ્વારા અયોગ્ય સ્પર્શ કે વર્તન કરવામાં આવે તો તેનો વિરોધ કરવો, વિશ્વાસપાત્ર વાલી અથવા શિક્ષકને જાણ કરવી અને જરૂર પડ્યે કાયદાકીય મદદ લેવી તે અંગે સમજ આપવામાં આવી હતી.

બાળકોની સુરક્ષા, તેમના અધિકારો અને જાતીય શોષણથી બચવા માટે જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોને કોઈપણ પ્રકારની અયોગ્ય ઘટના બને ત્યારે ચૂપ ન રહેવા અને નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ તકે જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (DHEW)ના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર (DMC), આનંદભાઈ પરમાર,જેન્ડર સ્પેશિયાલિસ્ટ, ચિંતન ગોંડલીયા સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર તૃષાબેન , કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, પ્રિન્સિપાલ શ્રી પાટીલ સાહેબ તેમજ સ્ટાફ અને વિદ્યાથીઓ હાજર રહ્યા હતા.











