વાંસદા આઈ.ટી.આઈ. મનપુર ખાતે ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો

ડો. નિરવ પટેલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ગરબાના તાલે ઝૂમીને માતાજીની આરાધના કરી

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

વાંસદા તાલુકાના મનપુર સ્થિત સરકારી આઈ.ટી.આઈ. ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય ‘નવરાત્રી ગરબા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા, ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્ટાફ અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના સાઉથ ઝોનના કન્વીનર અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાર સમાજના ઉપપ્રમુખ વિજય ઉચ્ચકટાર, મનીષ ઢોડિયા, બિપિન રાઉત, કાર્તિક, તિલકભાઈ, કૃણાલ, જિગ્નેશ સહિતના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.

આ મહોત્સવના આયોજનમાં સંસ્થાના ફોરમેન તથા વાઇસ પ્રિન્સિપાલ સંજય એમ. પટેલ અને સમગ્ર સ્ટાફે સક્રિય સહયોગ આપ્યો હતો, જ્યારે વિમલકુમાર ચૌધરીએ સંકલનની જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ.ની સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ છેલ્લા એક અઠવાડિયાથી વિશેષ તૈયારીઓ કરી હતી.

સંસ્થાના AI, COPA અને સિવિંગ ટેક્નોલોજી સહિતના ટ્રેડના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કમિટી સભ્યો કૃણાલ, આયુષ, જયમીન, સુકિયાન, દીપિકા, સ્વાસ્તિકા, કોમલ, દિવ્યા અને મોનિકાએ આયોજનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાયરમેન ટ્રેડના સાગર અને કેવલની મ્યુઝિકલ ટીમે ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.

કાર્યક્રમના વિશેષ આકર્ષણરૂપે ગામના અગ્રણી અશોકભાઈના માર્ગદર્શન હેઠળ સ્વાદિષ્ટ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનમાં શ્વેત, મયુર, અશોકભાઈ અને સમગ્ર આઈ.ટી.આઈ. પરિવારે સેવા આપી હતી.

નવરાત્રીના ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલમાં યોજાયેલા આ ગરબા મહોત્સવે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સામૂહિક સહભાગિતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રતિનિધિ વિમલકુમાર ચૌધરીએ ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને સ્ટાફના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો