MORBI મોરબી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન


મોરબી ખાતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા તારીખ ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સનરાઇઝ વિલા સોસાયટી ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સોસાયટીના રહેવાસીઓ તથા આસપાસના વિસ્તારના અંદાજે ૩૦ દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન દર્દીઓની શારીરિક તકલીફોનું મૂલ્યાંકન કરી જરૂરી ફિઝીયોથેરાપી માર્ગદર્શન અને સારવાર અંગેની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓને નિયમિત કસરત, શારીરિક સ્વાસ્થ્ય જાળવવા તથા ફિઝીયોથેરાપી મહત્વ અંગે જાગૃતિ આપવામાં આવી હતી.
આ કેમ્પનું નેતૃત્વ ડૉ. ખ્યાતિ પરમાર અને ડૉ. ધ્વનિ નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કેમ્પમાં તૃતીય વર્ષના બી.પી.ટી.ના વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો.

શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજમેન્ટ દ્વારા સમાજના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આ પ્રયાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજીને સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.












