MORBI:મોરબી નેશનલ હાઈવે બાયપાસ સામે યોગ્ય વળતરની માંગ: પાવળીયારી ખાતે 22 ગામના ખેડૂતો એકત્રિત, ખેડૂત મહાસભાનું આપ્યું આમંત્રણ

MORBI:મોરબી નેશનલ હાઈવે બાયપાસ સામે યોગ્ય વળતરની માંગ: પાવળીયારી ખાતે 22 ગામના ખેડૂતો એકત્રિત, ખેડૂત મહાસભાનું આપ્યું આમંત્રણ

નેશનલ હાઈવે બાયપાસ પ્રોજેક્ટમાં જમીન ગુમાવી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં આક્રોશ વ્યાપી ગયો છે. આજે પાવળીયારી ખાતે અસરગ્રસ્ત 22 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આગામી દિવસોમાં યોજાનાર વિશાળ ‘ખેડૂત મહાસભા’માં સૌને ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમને વિકાસ કે હાઇવે પ્રોજેક્ટ સામે કોઈ જ વાંધો નથી. પરંતુ, તેમની કિંમતી ખેતીની જમીન સંપાદિત કરતી વખતે સરકાર દ્વારા યોગ્ય અને બજારભાવ મુજબનું વળતર ચૂકવવામાં આવતું નથી, જે તેમના ભવિષ્ય સાથે અન્યાય સમાન છે.

હક્ક અને ન્યાય માટે આ 22 ગામના ખેડૂતો એકતા દર્શાવીને આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આ લડાઈને સ્થાનિક આગેવાનો તેમજ સંગઠનો દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોના હિત માટે અંત સુધી સાથ-સહકાર આપવાની ખાતરી ઉચ્ચારવામાં આવી છે. આવનારા દિવસોમાં આ મહાસભા થકી ખેડૂતો પોતાના અધિકાર માટે આંદોલન વધુ તેજ બનાવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો