20 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજરોજ પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ આચાર્ય (પરિવાર ) ના સહયોગ થી સ્વ શંકરભાઈ ધરિયાનુમલ આચાર્ય ની યાદમાં ચાર આંગણવાડીઓમાં બુંદી અને સેવ નું ભોજન પ્રસાદ
પાલનપુરમાં આવેલ 4 આંગણવાડીઓ
માનસરોવર રોડ, હરીપુરા વિસ્તારમાં આવેલ બે આંગણવાડીઓ શિવનગરમાં આવેલ બે આંગણવાડીઓ નાના ભૂલકાઓને બુંદી અને સેવ
નાસ્તો મળતાં જ બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ, અઢળક અને અનહદ આનંદ જોવા મળ્યો. બાળકો આનંદિત થઈ ગયા અને દિલથી આશીર્વાદ આપ્યા. નાના ભૂલકાઓ ખુશ થઈ ગયા હતા તેમજ આંગણવાડીની બહેનો હીનાબેન, કિંજલબેન. ઉર્મિલાબેન, શિલ્પાબેન. અને સ્ટાફગણ આ સેવા કાર્ય બદલ આંગણવાડીની બહેનો અને સ્ટાફગણ વતી ઠાકોરદાસ ખત્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.તથા પાલનપુર ન્યુ આરટીઓ પાસે આવેલી ગૌશાળામાં ગૌમાતાને શાકભાજી અને ઘાસચારો આપવામાં આવ્યો
સેવામાં સહભાગી જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી, ભરતભાઈ આચાર્ય. દિનેશભાઈ શર્મા સાહેબ, ધનેશભાઈ રેડિયમ વાળા. ભગુ ખત્રી, અશોકભાઈ પરમાર અને સંસ્થાના કાર્યકરો સૌ સેવાભાવી ભાઈઓનો હૃદયપૂર્વક આભાર. માંની કૃપાથી સેવાનો આ ભાવ હંમેશા જળવાઈ રહે…













