તારીખ ૨૦/૧૦/૨૦૨૬20

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજીત વિજયાદશમી (દશેરા) મહોત્સવ નિમિત્તે સમૂહ શસ્ત્ર પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં તારીખ ૨૦/૧૦/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારના સમયે ૧૮-પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ક્ષત્રિય સમાજની આદર્શ પરંપરા અને ક્ષત્રિય ધર્મને ઉજાગર કરવાના હેતુથી તેમજ સમાજ ઉત્થાનના ભગીરથ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆત કાલોલ શિશુ મંદિર ખાતે સમૂહ શસ્ત્ર પૂજન થી કરવામાં આવી હતી. વિધિવત પૂજન બાદ ક્ષત્રિય સમાજની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં શિશુ મંદિરથી હાઇવે ટુ હાઇવે કાલોલ થઈને મધવાસ ગોપણેશ્વર મહાદેવ મુકામે પહોંચી હતી. જ્યાં શોભાયાત્રા બાદ ગોપણેશ્વર મહાદેવ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ક્ષત્રિય સમાજના જયઘોષ અને દશેરા પર્વના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.જ્યારે સમગ્ર રૂટ અને કાર્યક્રમ સ્થળે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર આરડી ભરવાડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.












