આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંગેનો અહેવાલ

21 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંગેનો અહેવાલ
આદર્શ સાયન્સ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ પરંપરાગત રંગબેરંગી વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમ્યા હતા. ગરબાના તાલે સમગ્ર કોલેજનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા રજૂ કરીને પોતાની કળા અને પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિસ્ત, એકતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી.અંતમાં, કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ અધ્યાપકો, આયોજકો અને વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો. આમ, આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિ મહોત્સવ આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો