તા.૨૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્ઞાનેશ કુમારના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ, પોલીસે કરી અટકાયત
દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ જ્ઞાનેશ કુમારના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ નીવડ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન યોજી પુતળું સળગાવે તે પહેલાં જ દાહોદ ટાઉન બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશ કુમાર સામે વિરોધ દર્શાવવા માટે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, આ વિરોધ પ્રદર્શન અંગેની જાણ થતાં જ દાહોદ ટાઉન બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્ઞાનેશ કુમારનું પુતળું દહન કરે તે પહેલાં જ પોલીસે સમયસૂચકતા વાપરીને વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને બી-ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા










