’12 દિવસમાં 34 હુમલા કરી 23 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા’ : BLA

પાકિસ્તાનમાં સૈન્ય સામે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ મોરચો ખોલી દીધો છે. BLA એ એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે તેના લડાયકોએ ગત 9 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે માત્ર 11-12 દિવસમાં પાકિસ્તાનભરમાં કુલ 34 ઓપરેશનને અંજામ આપ્યો છે. આ હુમલાઓમાં 23 જેટલા પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઓપરેશનોમાં પાકિસ્તાની સેનાના 14 જવાન તેમજ મિલિટરી ઇન્ટેલિજન્સ અને કથિત ‘ડેથ સ્કવૉડ’ ના 9 સભ્યો માર્યા ગયા છે. સંગઠને દાવો કર્યો છે કે તેમના લડાયકોએ પાકિસ્તાની સેનાના એક સક્રિય જવાનને જીવતો પકડી લીધો છે. ‘આર્થિક નાકેબંધી’ નીતિ હેઠળ બલૂચ લડાયકોએ મુખ્ય રાજમાર્ગો પર નિયંત્રણ મેળવીને અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.

પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની સીધી અથડામણમાં BLA ના 6 સભ્યો પણ માર્યા ગયા હોવાનું સંગઠને સ્વીકાર્યું છે. પાકિસ્તાનની અસ્થિર આંતરિક પરિસ્થિતિ અને બલૂચિસ્તાનમાં વધતા વિદ્રોહ વચ્ચે BLA ના આ દાવાથી પાકિસ્તાની સેનાની ચિંતાઓમાં મોટો વધારો થયો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો