આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬માં ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશ કરતાં પણ પાછળ રહેવાનો અંદાજ છે. હાલમાં બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી ૨,૮૮૬ ડાલર રહેવાની શક્યતા છે, જ્યારે ભારતનો આ આંકડો ૨,૭૪૯ ડાલર રહેવાનો અંદાજ છે. આઈએમએફે જાહેર કરેલા અહેવાલમાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને આગામી વર્ષના આથક અંદાજો રજૂ કર્યા છે.
આઈએમએફના અંદાજ અનુસાર, વર્ષ ૨૦૨૭માં બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી વધીને ૩,૨૧૯ ડોલર થઈ શકે છે, જ્યારે ભારતનો ૩,૦૩૬ ડોલર રહેવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૮માં પણ બાંગ્લાદેશ ભારત કરતાં આગળ રહેવાનો અંદાજ છે. જોકે, વર્ષ ૨૦૨૯માં પરિસ્થિતિ બદલાઈ શકે છે. ૨૦૨૯માં ભારતનો માથાદીઠ જીડીપી ૩,૬૬૧ ડોલર થવાનો અંદાજ છે, જ્યારે બાંગ્લાદેશનો ૩,૩૩૪ ડોલર રહેવાની આગાહી કરાઈ છે. આમ, આઈએમએફના વર્તમાન અનુમાન પ્રમાણે ભારત ૨૦૨૯માં ફરી બાંગ્લાદેશને પાછળ છોડી શકે છે.
આઈએમએફના અહેવાલના વિશ્લેષણમાં જણાયું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વૃદ્ધિ પામી રહી હોવા છતાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે પાંચ ટ્રિલિયન ડાલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય એક વર્ષ પાછળ ધકેલાયું છે. આઈએમએફના તાજેતરના અંદાજોના વિશ્લેષણ મુજબ, ભારતનું અર્થતંત્ર હવે ૨૦૨૮ને બદલે ૨૦૨૯માં પાંચ ટ્રિલિયન ડાલરનું કદ વટાવશે.
આઈએમએફએ આક્ટોબરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં ૨૦૨૮ માટે ભારતના જીડીપીનો અંદાજ અગાઉના ૫.૧ ટ્રિલિયન (૫.૧ લાખ કરોડ) ડોલરથી ઘટાડીને ૪.૯૯૬ ટ્રિલિયન ડોલર કર્યો છે. જોકે, રૂપિયામાં ગણવામાં આવતા દેશના આથક ઉત્પાદનનો અંદાજ વધારવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ડોલરમાં ભારતના જીડીપીના મૂલ્ય પર અસર પડી રહી છે.











