TANKARA:ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાનો નવતર પ્રયોગ: ‘વાગલેની દુનિયા’ પ્રોજેક્ટ થકી બાળકો રમતાં-રમતાં શીખશે

TANKARA:ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાનો નવતર પ્રયોગ: ‘વાગલેની દુનિયા’ પ્રોજેક્ટ થકી બાળકો રમતાં-રમતાં શીખશે

ટંકારા:નિપુણ ભારત મિશન અંતર્ગત દરેક બાળક ધોરણ ૩ ના અંત સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) સરળતાથી પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્યભરની શાળાઓમાં આનંદદાયક શિક્ષણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ ઉદ્દેશ્યને સાર્થક કરવા ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના ઇનોવેટિવ શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા “વાગલેની દુનિયા” નામનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે.

વસ્તી ગણતરીના મહેનતાણામાંથી કર્યો ખર્ચ

આ પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકોના વાંચન, લેખન અને ગણન કૌશલ્યો વિકસે તે હેતુથી શાળાના વર્ગખંડો અને લોબીની દીવાલો પર રંગબેરંગી શૈક્ષણિક ચિત્રાંકન કરાવવામાં આવ્યું છે. જેમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ ની તમામ અધ્યયન નિષ્પત્તિઓને આવરી લેવામાં આવી છે. વિશેષ બાબત એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળનો તમામ ખર્ચ ગીતાબેને પોતાને વસ્તી ગણતરીની કામગીરી પેટે મળેલા મહેનતાણામાંથી સ્વખર્ચે ઉઠાવીને શિક્ષણ પ્રત્યેનું અનોખું સમર્પણ દર્શાવ્યું છે. આ નવતર પહેલથી બાળકો રિસેસના સમયમાં રમતાં-રમતાં અને ઉત્સાહપૂર્વક જ્ઞાન મેળવી રહ્યા છે.

શિક્ષણ જગતમાં પ્રશંસાની સરવાણી

ગીતાબેનના આ નિપુણ અને સરાહનીય કાર્ય બદલ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા, બીઆરસી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય શિક્ષકસંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઇ ઢેઢી, તાલુકા શાળાના આચાર્ય પ્રવિણભાઇ પારઘી તેમજ સમગ્ર શાળા પરિવાર અને ટંકારા તાલુકાના શિક્ષકગણે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગીતાબેન સાંચલા દ્વારા શરૂ કરવામાં આવેલો “બોલતી બજાર” પ્રોજેક્ટ ખૂબ લોકપ્રિય નીવડ્યો હતો અને અનેક બાળકોએ તેના થકી વ્યવહારિક શિક્ષણનો લાભ લીધો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો