કાલોલમાં વિજયાદશમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ પાર પડાવવા બદલ પીઆઇ આર.ડી.ભરવાડનું તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન.

તારીખ ૨૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા વિજયાદશમી (દશેરા) મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સમગ્ર નગરમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી, જેનો સંપૂર્ણ શ્રેય કાલોલ પોલીસના ચુસ્ત બંદોબસ્તને જાય છે. ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ભરવાડ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈપણ અણબનાવ વગર શોભાયાત્રાને શાંતિપૂર્ણ વાતાવરણમાં ખડેપગે સેવા બજાવીને પાર પાડવામાં આવી હતી. પોલીસની આ પ્રશંસનીય અને નિષ્ઠાવાન કામગીરી બદલ કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી આગેવાનો દ્વારા પીઆઇ આર.ડી. ભરવાડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં કાલોલ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રઘુનાથસિંહ પરમાર ,કાતોલ ગામના ડેપ્યુટી સરપંચ ગુણવંતસિંહ પરમાર, ભાવિનભાઇ પરમાર (પ્રત્રકાર), હિમતપુરા ગામના સરપંચ રાજેન્દ્રભાઇ રાઠોડ સહિત તાલુકા ક્ષત્રિય સમાજ અને મંડળના હોદ્દેદારો દ્વારા કાલોલ પોલીસ મથકે જઈને પીઆઇ ભરવાડનું પુષ્પગુચ્છ અર્પણ કરી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો