છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસમાં દીપડો પાંજરે પુરાયો, દોઢ મહિનાની ચિંતા બાદ સ્થાનિક લોકોએ લીધો હાશકારો

છોટાઉદેપુર શહેરના કુસુમ વિલાસ પેલેસ વિસ્તારમાં છેલ્લા લગભગ દોઢ મહિનાથી વન્ય પ્રાણીની અવરજવર જોવા મળતી હોવાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિસ્તારમાં વન્ય પ્રાણીની અવરજવર પર નજર રાખવા તેમજ તેને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગ દ્વારા 4થી 5 પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. છેલ્લા ઘણા સમયથી વન વિભાગની ટીમ દ્વારા વન્ય પ્રાણીને પકડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, આજરોજ કુસુમ વિલાસ પેલેસ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતાં લાંબા સમયથી ચિંતામાં રહેલા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, વન્ય પ્રાણી માનવ વસાહત નજીક જોવા મળવાની ઘટના વન વિભાગ માટે પણ સાવચેતીનો વિષય બની છે. હવે પાંજરે પુરાયેલા દીપડાને લઈને વન વિભાગ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો