વીજ ચોરી નહીં પણ વીજ બચત અપનાવી વીજ બિલ ઘટાડો: બાબરોલ ખાતે MGVCL દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

 રીપોટર આસીફ લુણાવાડા

વીજ ચોરી નહીં પણ વીજ બચત અપનાવી વીજ બિલ ઘટાડો: બાબરોલ ખાતે MGVCL દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

રોજિંદા જીવનની અન્ય જરૂરિયાતો માટે ગ્રાહકો રોકડમાં તુરંત ખર્ચ કરતા હોય છે, જ્યારે વીજ બિલ મહિનો પૂરો થયા બાદ ઉધારીમાં ભરવાની સુવિધા હોવા છતાં બિલ ભરવામાં વિલંબ, મૂંઝવણ કે વીજ ચોરી જેવી પ્રવૃત્તિઓ જોવા મળતી હોય છે. આ માનસિકતા બદલવા અને ‘વીજ ચોરી નહીં પરંતુ વીજ બચત દ્વારા વીજ બિલ ઘટાડવા’ના ઉદ્દેશ્ય સાથે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા આજરોજ સંતરામપુર તાલુકાના બાબરોલ ગ્રામ પંચાયતના આંગણે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

બાબરોલ ગામમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૫૨ જેટલા વીજ ચોરીના કેસો નોંધાયા હોવાના પૃષ્ઠભૂમિમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય જરૂરિયાતોની સરખામણીએ વીજ ખર્ચ અત્યંત સસ્તો છે, જે રોજના માત્ર એક ચાની પ્યાલી જેટલો જ થાય છે. વીજળી મોંઘી છે કે તેમાં કોઈ રાહત મળતી નથી તેવી ગેરસમજ દૂર કરતાં અધિકારીઓએ જણાવ્યું કે, બીપીએલ પરિવારો તેમજ દોઢ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે સરકાર દ્વારા મફત વીજ જોડાણની જોગવાઈ છે. આ ઉપરાંત, ઘરવપરાશના બીપીએલ ગ્રાહકો માટે માત્ર ₹૧.૫૦ પ્રતિ યુનિટ તથા ખેતીવાડી માટે માત્ર ૬૦ પૈસા પ્રતિ યુનિટના રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવાઈ રહી છે. આથી વીજ ચોરીના ગુનાહિત માર્ગથી દૂર રહી કાયદેસરનું જોડાણ મેળવી સમયસર બિલ ભરવા ગ્રામજનોને અનુરોધ કરાયો હતો.

 

કાર્યક્રમ દરમિયાન માનવ અને પશુ વીજ અકસ્માતો નિવારવા માટે પણ ગંભીર તકેદારી રાખવા તાકીદ કરાઈ હતી. જેમાં વીજ લાઈનો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવા, ખુલ્લા છેડા કે સાંધાવાળા વાયરો ન રાખવા, ઉત્તમ ગુણવત્તાયુક્ત વાયરિંગ સાધનો વાપરવા તેમજ અકસ્માત ટાળવા પશુઓને ક્યારેય વીજ થાંભલા કે સપોર્ટ માટે લગાડેલા તાણિયા સાથે ન બાંધવા અપીલ કરાઈ હતી. નોંધનીય છે કે, વીજ ચોરીનું ઊંચું પ્રમાણ ધરાવતા ગામોમાં ગેરસમજ દૂર કરી લોકજાગૃતિ કેળવવાના ભાગરૂપે MGVCL દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત ચાલુ માસનો આ ચોથો સફળ કાર્યક્રમ છે

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો