MORBI:મોરબી સેવાભાવી નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાને ₹૧ લાખનું અનુદાન અને પુસ્તકો ભેટ

MORBI:મોરબી સેવાભાવી નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાને ₹૧ લાખનું અનુદાન અને પુસ્તકો ભેટ

મોરબી:શિક્ષણ અને સેવાના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં મોરબીના ડી.જે.પી. કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ માટે પ્રેરણાદાયી યોગદાન આપ્યું છે. તેમણે શાળાના પુસ્તકાલય તેમજ વિદ્યાર્થીનીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય અને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી છે.

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિયમિતપણે યોજાતા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, વાનગી સ્પર્ધા, શાળા સલામતી સપ્તાહ તેમજ વિવિધ ધાર્મિક, રાષ્ટ્રીય અને સામાજિક ઉત્સવો જેવી સરાહનીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને સેવાભાવી દાતાઓ સતત સહયોગ આપતા રહે છે. આ પરંપરાને આગળ ધપાવતાં નીતાબેન પટેલે ધોરણ-૫ ની ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (CET) અને ધોરણ-૮ ની ‘NMMS’ પરીક્ષાની તૈયારી કરતી ૮૦ જેટલી બાળાઓને પ્રત્યેક ₹૨૭૦ની કિંમતના પુસ્તકો ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, શાળાના પુસ્તકાલય માટે નવા પુસ્તકો વસાવી શકાય તે હેતુથી તેમણે પોતાની મહેનતની કમાણીમાંથી ₹૧,૦૦,૦૦૦ (એક લાખ) ની ધનરાશિ અર્પણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નીતાબેન પટેલ છેલ્લા ચાર વર્ષથી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમ છતાં ૬૨ વર્ષની વયે પણ તેઓ ઉત્સાહપૂર્વક સમાજસેવામાં સક્રિય રહીને દર વર્ષે પ્રવેશોત્સવ પ્રસંગે સ્કૂલબેગ, નોટબુક અને સ્ટેશનરી જેવી જરૂરિયાતો પૂરી પાડે છે. નિવૃત્તિ પછી પણ શિક્ષણ પ્રત્યેની આવી નિષ્ઠા અને ઉદારતા બદલ સમગ્ર માધાપરવાડી કન્યા શાળા પરિવારે નીતાબેન પટેલ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો