MORBI:મોરબીના ફડસર ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના ફડસર ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળ દરોડો પાડી વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્ક પર તવાઈ બોલાવી છે. ફડસર ગામની સીમમાં વાગડસર તળાવ પાછળ આવેલી બાવળની કાંટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૮૦ બોટલો સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફડસર ગામની સીમમાં દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વાગડસર તળાવ પાછળ બાવળની ઝાડીઓમાં રેડ કરી હતી. ત્યાં શંકાસ્પદ હાલતમાં હાજર સંજયભાઈ વિજયભાઈ સોનરીયા (રહે. ફડસર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસે સ્થળ પર પ્લાસ્ટિકના થેલાઓની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૩૮૦ બોટલો (કિંમત રૂ. ૪૭,૫૦૦) મળી આવી હતી. આરોપી કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વગર વેચાણના ઇરાદે આ જથ્થો રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ રૂ. ૪૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો