આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ ભાઈ પટેલના હસ્તે રૂ. ૬.૫૩ કરોડના ખર્ચે ૧૮ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણ, રિસરફેસિંગ અને નવા ગ્રામ પંચાયત ભવનોના કામોથી સ્થાનિક સુવિધાઓને મળશે વેગ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આદિજાતિ મંત્રીશ્રીના હસ્તે કુલ રૂ. ૬.૫૩ કરોડના ખર્ચે ૧૮ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો અંતર્ગત વિવિધ ગામોમાં નવા રસ્તાઓનું નિર્માણ, હયાત રસ્તાઓનું રિસરફેસિંગ તેમજ નવા ગ્રામ પંચાયત ભવનોનું બાંધકામ હાથ ધરવામાં આવશે. આ કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર વધુ સરળ બનવાની સાથે આરોગ્ય, શિક્ષણ સહિતની આવશ્યક સેવાઓ સુધી પહોંચવામાં પણ સુવિધા મળશે. વિકાસકાર્યોમાં અંભેટા ગામે રૂ. ૫૫.૯૩ લાખના ખર્ચે ગોયલી ફળિયા રોડ, રૂ. ૧૨.૮૦ લાખના ખર્ચે ગોયલી ફળિયાથી આલીપોર તરફ ખાંભીયા રોડ, રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ગોયલી ફળિયા રસ્તો તથા રૂ. ૧૮ લાખના ખર્ચે આશ્રમશાળા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે.

કેસલી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે પટેલ ફળિયા રોડ અને રૂ. ૨૦ લાખના ખર્ચે ગામ પંચાયતથી હળપતિવાસ સુધીના રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. નાંદરખા ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે વચલા ફળિયાથી વાઝરી ફળિયા તરફ જતા રસ્તાનું કામ તથા રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું બાંધકામ કરવામાં આવશે.

ઉંડાચ ગામે રૂ. ૫૦.૯૭ લાખના ખર્ચે લુહાર ફળિયા/વાણિયા ફળિયાથી નેશનલ હાઇવે નં. ૪૮ને જોડતા રસ્તા તથા રૂ. ૧૦ લાખના ખર્ચે મુખ્ય રસ્તાથી આરોગ્ય સબ સેન્ટરને જોડતા રસ્તાનું નિર્માણ થશે.

ધકવાડા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે ઢેભા ફળિયા રસ્તો અને રૂ. ૩૦ લાખના ખર્ચે માળી ફળિયા રસ્તાનું કામ હાથ ધરાશે. દેવસર ગામે રૂ. ૩૦ લાખના ખર્ચે ચુમ્માલીસ નગર હળપતિવાસ રોડ બનાવવામાં આવશે.

વલોટી ગામે રૂ. ૪૦ લાખના ખર્ચે ગણદેવી સુંદરવાડી રસ્તો તથા રૂ. ૫૨.૫૦ લાખના ખર્ચે હળપતિવાસ-હરિજનવાસ રસ્તાનું રિસરફેસિંગ કરવામાં આવશે.

દેસાડ ગામે રૂ. ૧૭ લાખના ખર્ચે નાયકીવાડથી હળપતિવાસ થઈ પંચાયત ઘર અને પ્રાથમિક શાળાને જોડતા રસ્તાનું નિર્માણ થશે. ખેરગામ ખાતે રૂ. ૪૦.૫૦ લાખના ખર્ચે કોલગીવાસ મુખ્ય રોડથી વૃદ્ધાશ્રમ તરફ ફ્રૂટ રિસર્ચ સેન્ટર સુધીના રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે દુવાડા ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું બાંધકામ હાથ ધરાશે.

આ વિકાસકાર્યો પૂર્ણ થતાં વિવિધ ગામોમાં માર્ગ સુવિધાઓ મજબૂત બનશે અને ગ્રામજનોને દૈનિક અવરજવર તથા સરકારી અને જાહેર સેવાઓ સુધી પહોંચવામાં વધુ સરળતા રહેવાની અપેક્ષા છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો