WAKANER:વાંકાનેરના આણંદપરમાં બાઈક અડવાની નજીવી બાબતે ચાર શખ્સોનો હુમલો: ત્રણ સગા ભાઈઓ સહિત ચારને ઈજા

WAKANER:વાંકાનેરના આણંદપરમાં બાઈક અડવાની નજીવી બાબતે ચાર શખ્સોનો હુમલો: ત્રણ સગા ભાઈઓ સહિત ચારને ઈજા

 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામમાં બાઈક અડી જવા જેવી નજીવી બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરતાં ત્રણ સગા ભાઈઓ સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, આણંદપર ધાર પાસે રહેતા કુકાભાઈ તખાભાઇ પરમારના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈનું મોટરસાયકલ આરોપી જનકભાઈના પત્ની પુનમબેનના ખાટલા સાથે અથડાયું હતું. આ સામાન્ય બાબતનો ખાર રાખી આરોપી જનક વજાભાઇ સિંધવ, અજય ભવાનભાઈ ચૌહાણ, શૈલેષ જગાભાઇ ચૌહાણ અને રાહુલ કુલાભાઈ ચૌહાણ હથિયારો સાથે ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા.

ત્યાં પહોંચી ચારેય આરોપીઓએ કુકાભાઈ અને તેમના પરિવારજનો સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. હુમલા દરમિયાન આરોપી જનકે પાઈપ વડે કુકાભાઈના માથામાં ઘા ઝીંકી દીધો હતો. જ્યારે આરોપી અજયે ફરિયાદીના ભાઈ મનસુખભાઈના માથા અને કપાળના ભાગે લાકડી મારી માથું ફોડી નાખ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીના બીજા ભાઈ વોથાભાઈને પગમાં લાકડીના ફટકા માર્યા હતા તેમજ તેમના ભાભી મંગુબેનને હાથના બાવડા પર લાકડી વડે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આ મારામારીમાં ત્રણ સગા ભાઈઓ સહિત પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કુકાભાઈ પરમારની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો