કાલોલના અલાલી ગામે દારૂ પર દરોડો: માસાના ઘરેથી રાજસ્થાન નો વિદેશી દારૂ ઝડપાયો,ભાણેજ બુટલેગર ફરાર.

તારીખ ૨૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે વેજલપુર પોલીસે લાલ આંખ કરી છે. બાતમીના આધારે કાલોલ તાલુકાના અલાલી ગામે રેઈડ કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. એ.ઓ. ભરવાડ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, અલાલી ગામે મોટા ફળિયામાં રહેતો હિતેશકુમાર મહેન્દ્રભાઈ પરમાર પોતાના માસા રમણસિંહ અનોપસિંહ જાદવ (રહે. વાય ફળિયું, અલાલી) ના ઘરમાં વિદેશી દારૂ સંતાડીને છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી રમણસિંહના ઘરે રેઈડ કરતા ઘર ખુલ્લું હતું અને રમણસિંહ હાજર મળી આવ્યો હતો. ઘરના રૂમમાં ખાટલા પાછળ તપાસ કરતા ખાખી પૂંઠાના બોક્સમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં પોલીસે કુલ રૂ. 16,648 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ટુબોર્ગ બીયર: 24 ટીન (500ml) – કિંમત રૂ. 3,480, કિંગફિશર બીયર: 10 ટીન (500ml) – કિંમત રૂ. 1,400,RJ GREEN વ્હિસ્કી: 96 ક્વાર્ટર (180ml) – કિંમત રૂ. 8,640, અને ORANGE VDL:46 ક્વાર્ટર સહિત કુલ 34 ટીન બીયર અને 142 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા જ્યાં તમામ બોટલો પર ‘For Sale in Rajasthan Only’ નું લેબલ લાગેલું હતું, જે રાજસ્થાનથી ઘુસાડવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.આ કેસમાં સ્થળ પરથી રમણસિંહ અનોપસિંહ જાદવ ઝડપાઈ ગયો છે, જ્યારે મુખ્ય આરોપી હિતેશકુમાર મહેન્દ્રભાઈ પરમાર હાજર ન મળતા ફરાર જાહેર કરવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો