ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં ડાંગની વિવિધ સંસ્થાઓમાં યોગ શિબિરો યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ અને ધ્યાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ; કે.જી.બી.વી. સ્કૂલ, આહવા; આદર્શ નિવાસી શાળા, વઘઈ તથા સરકારી કન્યા છાત્રાલય, ડ્રાય, વઘઈ ખાતે આ શિબિરો યોજાઈ હતી.

આ તમામ કાર્યક્રમોમાં શાળા-કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન યોગ અને ધ્યાનના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની સાથે માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક જીવનશૈલી કેળવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા યોગ અને ધ્યાન વિષય પર યોગ સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં યોગના દૈનિક જીવનમાં મહત્ત્વ, ધ્યાન દ્વારા મનની એકાગ્રતા વધારવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર શ્રી શાહીરામભાઈ આહિર, દક્ષાબેન ગામીત, ભાવનાબેન અને  શશીકલાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ યોગ અને ધ્યાનના પ્રચાર-પ્રસાર તથા વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી સહયોગ આપ્યો હતો.

ડાંગ જિલ્લામાં યોજાયેલા આ તમામ કાર્યક્રમો જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર સુશ્રી પ્રિયંકા ભોયેના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ રીતે સંપન્ન થયા હતા. સેવા સંકલ્પ અભિયાનના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ તથા ધ્યાન પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ વધુ વ્યાપક બને તેવો હેતુ સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો