તા.૨૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા ખાતે સનાતન વર્લ્ડ પરિવારના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શૈલેષાનંદજી મહારાજનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું
સનાતન વર્લ્ડ પરિવારના પરમાધ્યક્ષ તથા વેદાશ્રમ ચાણોદ, શ્રી માનસ મંદિર દિલ્હી અને શ્રી શિવમંદિર, જલપુરા, ગ્રેટર નોઇડા આશ્રમ પિઠાધીશ્વર પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત પરમહંસ પરિવ્રાજકાચાર્ય, શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી શૈલેષાનંદજી મહારાજ આજ રોજ લીમખેડા પધારતાં તેમનું ભાવભીનું અને ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.પરમ પૂજ્ય મહારાજશ્રીના પાવન આગમનથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક આનંદ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. પૂજ્ય મહારાજશ્રીનું સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ પ્રચારક રીંકેશભાઈ પ્રજાપતિ દ્વારા પુષ્પગુચ્છ, પુષ્પહાર તથા પરંપરાગત રીતે સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.સનાતન ધર્મની પ્રાચીન પરંપરાઓ, વૈદિક સંસ્કૃતિ, આધ્યાત્મિક જ્ઞાન અને ભારતીય સંસ્કારોના સંવર્ધન માટે સંતો-મહાત્માઓનું માર્ગદર્શન સમાજને નવી દિશા અને પ્રેરણા આપે છે. પૂજ્ય મહારાજશ્રીનું પાવન સાનિધ્ય સનાતન સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધાને વધુ દૃઢ બનાવનારું અને ધર્મ, સંસ્કાર તથા માનવકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનારું બની રહ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શ્રદ્ધા અને સનાતન પરંપરાના ગૌરવ સાથે સંપન્ન થયો હતો.










