જૂનાગઢ જિલ્લા LCB ની ટીમે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે માંગરોળ બંદર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દારૂનું કટિંગ અને વેચાણ ચાલતું હોવાની માહિતી મળતા એલસીબી ટીમે દરોડો પાડી રૂ. 4.23 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડયો છે.

એલસીબીના આ દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ બાનૂડની ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ.3,64,633 ની કિંમતની 1,217 બોટલો જપ્ત કરવામાં આવી છે.
પોલીસ ધટનાસ્થળેથી આરોપી જયેશ ઉર્ફે હિતેશ મનુનો દેવજીભાઈ હોદાર (ઉ.વ.42 ,રહે.માંગરોળ)ને પકડી પાડી 2 મોબાઈલ ફોન અને 1 બગૅમેન મોટરસાયકલ સાથે કુલ રૂ. 4,23,633 નો મુદ્દામાલ કબજે કરાયો છે
જ્યારે અન્ય એક આરોપી હાજર નહીં મળી આવતા તેને શોધવા આગળની કાયૅવાહી હાથ ધરાઈ છે…
——– રિપોર્ટર—– વસંતભાઈ અખિયા,માંગરોળ










