MORBI:મોરબી દિવાળી ટાણે જ ૧૫૦૦થી વધુ વિધવા બહેનોનું ૩ મહિનાનું પેન્શન અટક્યું

MORBI:મોરબી દિવાળી ટાણે જ ૧૫૦૦થી વધુ વિધવા બહેનોનું ૩ મહિનાનું પેન્શન અટક્યું; કલેક્ટર અને મુખ્યમંત્રીને તાત્કાલિક ચૂકવણી કરવા રજૂઆત

મોરબી:દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબી પંથકની આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી વિધવા બહેનોનું પેન્શન છેલ્લા ત્રણ મહિનાથી અટવાયું હોવાની ગંભીર બાબત સામે આવી છે. તહેવારોના સમયે જ આર્થિક સંકટનો સામનો કરી રહેલી આ બહેનોની વહારે આવી સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી પેન્શન તુરંત છૂટું કરવાની માંગ કરવામાં આવી છે.

સામાજિક કાર્યકરો દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, આ વિધવા બહેનો રોજનું કમાઈને રોજ ખાતી અત્યંત સામાન્ય પરિવારની મહિલાઓ છે અને તેમનું ગુજરાન આ સરકારી સહાય પર નિર્ભર છે. છેલ્લા ત્રણ મહિનાથી પેન્શન જમા ન થતાં આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળી જેવા મોટા તહેવારમાં આ બહેનો પોતાના બાળકો માટે નવા કપડાં કે મીઠાઈની વ્યવસ્થા કરી શકે તે માટે તહેવાર પૂર્વે જ વહેલી તકે પેન્શનની રકમ તેમના ખાતામાં જમા થાય તે જરૂરી છે.

તંત્ર દ્વારા સત્વરે આ બાબતે ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આ જરૂરિયાતમંદ બહેનોને ન્યાય મળશે અને તેમની દિવાળી પણ સુધરશે.

આ રજૂઆતમાં મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ તથા મુશાભાઈ બ્લોચ સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓએ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારને નમ્ર અપીલ કરી છે કે સંવેદનશીલતા દાખવી આ અરજી પર તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી તમામ બહેનોને વહેલી તકે પેન્શન મળી શકે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો