તારીખ ૨૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા માટે ગૌરવની ક્ષણ. કાલોલ તાલુકાના મધવાસ ચોકડી ખાતે આવેલી જય નારાયણ હોસ્પિટલના જાણીતા હોમિયોપેથીક તબીબ ડો. સુનિલ પરમારનું હોમિયોપેથી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કિડની સ્ટોનના દર્દીઓની સારવાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, સેવા અને સમર્પણને બિરદાવતા પ્રતિષ્ઠિત BRASKON GROUP દ્વારા તેમને Certificate of Excellence એનાયત કરવામાં આવ્યો છે.
આ પ્રમાણપત્રમાં ડો. સુનીલ પરમારની હોમિયોપેથી ક્ષેત્રે સતત સેવા, દર્દીઓ પ્રત્યેની કાળજી અને સફળ સારવારની પ્રશંસા કરવામાં આવી છે. કિડની સ્ટોન જેવી પીડાદાયક બીમારીમાં હોમિયોપેથી દ્વારા અનેક દર્દીઓને ઓપરેશન વગર રાહત આપવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ત્યારે ડો. સુનિલ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી મધવાસ ચોકડી, કાલોલ ખાતે પોતાની તબીબી સેવાઓ આપી રહ્યા છે અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં ખૂબ લોકપ્રિય છે. આ સન્માન બદલ તબીબી આલમ, સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ સિદ્ધિ અન્ય તબીબો માટે પણ પ્રેરણારૂપ બનશે.











