મેઘરજ તાલુકાના વાસણા ગામમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના વાસણા ગામમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન*

મેઘરજ તાલુકાના વાસણા ગામમાં શ્રી જલારામ મંદિર હોલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત PC & PNDT એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્રીમતી હસીનાબેન મન્સૂરી, દહેજ પ્રતિબંધક સહ રક્ષક અધિકારીશ્રી રમેશભાઈ ચૌધરી, જેન્ડર સ્પેશ્યાલિસ્ટ સીમરનબેન વાઘેલા (જિલ્લા મહિલા અને બાળ કચેરી), THO-માલપુર, THO-મેઘરજ, PC & PNDT CALL ટીમ (જિલ્લા આરોગ્ય વિભાગ અરવલ્લી) તેમજ ASHA, ANM અને FHW કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવી તેમજ ગર્ભધારણ પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે લિંગ પસંદગી પર પ્રતિબંધ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે PC & PNDT એક્ટની જોગવાઈઓ, કાયદાકીય પ્રતિબંધો અને દીકરીઓના સમાન અધિકારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય અને સ્ત્રી-પુરુષ સમાનતાનો સંદેશ જનજન સુધી પહોંચે તે માટે હાજર અધિકારીઓ અને કાર્યકર્તાઓએ અપીલ કરી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો