રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), કેશોદ તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬, ગુરુવારે સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ. કેશોદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળામાં રાજ્યની વિવિધ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે.ભરતી મેળામાં રવિ ટેક્નોફોર્જ પ્રા.લિ., પીપળીયા-રાજકોટ દ્વારા ટેક્નિશિયન, ઓપરેટર અને ઇલેક્ટ્રિશિયનની કુલ ૫૦ જગ્યાઓ માટે આઈ.ટી.આઈ./ડિપ્લોમા લાયકાત ધરાવતા ૧૮થી ૩૫ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૧૬,૩૦૦થી રૂ. ૨૦,૦૦૦ સુધીનું CTC મળશે. HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, જૂનાગઢ જિલ્લા દ્વારા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને બિઝનેસ પાર્ટનરની કુલ ૧૫ જગ્યાઓ માટે ધોરણ ૧૦થી સ્નાતક સુધીના ૨૦થી ૪૫ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે કમિશન આધારિત વળતર રહેશે.નેક્સ્ટએજ ઇ-કોમર્સ પ્રા.લિ.-અદાણી સોલાર, મુન્દ્રા દ્વારા મશીન ઓપરેટરની કુલ ૫૦ જગ્યાઓ માટે SSC, HSC, આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા લાયકાત ધરાવતા ૧૮થી ૨૮ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે રૂ. ૧૬,૬૪૫થી રૂ. ૧૮,૬૪૦ સુધીનું CTC રહેશે. મહાવીર એન્ટરપ્રાઇઝ, શાપર-રાજકોટ દ્વારા મશીન ઓપરેટર, વેલ્ડર, ડિઝાઇનર, સુપરવાઇઝર તેમજ સેલ્સ, માર્કેટિંગ અને પર્ચેઝ એક્ઝિક્યુટિવની કુલ ૩૦ જગ્યાઓ માટે SSCથી સ્નાતક, આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા લાયકાત ધરાવતા ૧૮થી ૪૦ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અનુભવ અને ઇન્ટરવ્યૂના આધારે રૂ. ૧૫,૩૦૦થી રૂ. ૩૫,૦૦૦ સુધીનું વેતન મળશે.સનચેઝર સ્ટ્રક્ચર્સ પ્રા.લિ., હડમતાળા GIDC-રાજકોટ દ્વારા મશીન ઓપરેટર, વેલ્ડર, ફિટર, પ્લમ્બર, સેલ્સ/માર્કેટિંગ/પર્ચેઝ એક્ઝિક્યુટિવ, ક્વોલિટી ઇન્સ્પેક્ટર અને જુનિયર એન્જિનિયર સહિતની કુલ ૧૦૦ જગ્યાઓ માટે B.E./ડિપ્લોમા, આઈ.ટી.આઈ., SSC, HSC અને સ્નાતક લાયકાત ધરાવતા ૧૮થી ૪૫ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પ્રારંભિક પગાર રૂ. ૧૮,૬૦૦ રહેશે, જ્યારે અનુભવ અને ઇન્ટરવ્યૂના આધારે વધુ વેતન મળી શકશે.ઓરબીટ બેરીંગ ઈન્ડિયા પ્રા.લિ., રાજકોટ દ્વારા ટ્રેઇની ઓપરેટરની કુલ ૨૦૦ જગ્યાઓ માટે ફિટર, વેલ્ડર, ટર્નર, મિકેનિક ડીઝલ અને મિકેનિકલ આઈ.ટી.આઈ. ટ્રેડ તેમજ HSC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની ઉંમર ૧૮ વર્ષ હોવી જરૂરી છે અને પસંદગી પામનારને રૂ. ૧૫,૫૦૦ પગાર મળશે. રાજકોટ પાવરટ્રાંસ પ્રા.લિ., સણોસરા-કુવાડવા, રાજકોટ દ્વારા વાઇન્ડરની કુલ ૪ જગ્યાઓ માટે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન અને આર્મેચર આઈ.ટી.આઈ. ટ્રેડ ધરાવતા ૧૮થી ૪૦ વર્ષના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં રૂ. ૧૮,૦૦૦ પગાર રહેશે.આમ, વિવિધ કંપનીઓમાં કુલ ૪૪૯ જેટલી રોજગાર તકો ઉપલબ્ધ છે. ધોરણ ૧૦ પાસથી લઈને સ્નાતક, આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને B.E. સુધીની લાયકાત ધરાવતા ઇચ્છુક તથા પાત્ર ઉમેદવારો પોતાના તમામ અસલ શૈક્ષણિક અને જરૂરી પ્રમાણપત્રો, બાયોડેટા (રેઝ્યુમ) તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે તા. ૨૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ. કેશોદ ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહી ભરતી મેળાનો લાભ લઈ શકશે. રોજગાર ભરતી મેળા અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. કેશોદ અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ









