તા.૨૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદમાં એઆઈસીસી ઓબ્ઝર્વર ચારુલતા ટોક્સ અને સંદીપ માંગરોલાની પત્રકાર પરિષદ
દેશભરમાં મતદાર યાદીઓમાં ગડબડી અને કાયદેસરના મતદારોના નામ કમી થવા અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા ‘વોટ બચાવો, દેશ બચાવો’ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દાહોદના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા એઆઈસીસી ઓબ્ઝર્વર શ્રીમતી ચારુલતા ટોક્સ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર્ડિનેટર શ્રી સંદીપ માંગરોલાએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.૧૩ કરોડથી વધુ મતદારોના નામ દૂર કરાયા:શ્રીમતી ચારુલતા ટોક્સે આક્ષેપ કર્યો હતો કે, વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દ્વારા દેશના ૩૦ રાજ્યોમાંથી ૧૩ કરોડથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.નવા મતદારો માટેના ‘ફોર્મ ૬’ માં અસંવેદનશીલ શરતો ઉમેરી ૧૮ વર્ષના યુવાનો પાસે તેમના માતા-પિતા કે દાદા-દાદીએ ૨૫ વર્ષ પહેલાં (૨૦૦૩માં) કયા બૂથ પર મતદાન કર્યું હતું તેની વિગતો માંગવામાં આવે છે, જેનાથી લાખો યુવાનો મતાધિકારથી વંચિત રહી જાય છે.ચૂંટણી કમિશ્નર પર પ્રહાર અને બેલેટ પેપરની માંગ ડિસેમ્બર ૨૦૨૩માં કાયદાકીય ફેરફાર કરીને ચૂંટણી કમિશ્નરની નિમણૂક સમિતિમાંથી મુખ્ય ન્યાયાધીશ (CJI)ને હટાવી કેબિનેટ મંત્રીને સામેલ કરાયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી હટાવી તેમના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તથા આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવામાં આવે.હરિયાણા અને ગુજરાતમાં વોટચોરીના આરોપ:
વિપક્ષી નેતા શ્રી રાહુલ ગાંધીના પૃથ્થકરણનો ઉલ્લેખ કરતા નેતાઓએ જણાવ્યું કે, હરિયાણામાં બ્રાઝિલિયન અભિનેત્રીના ફોટા સાથે ૨૨ વખત નામો નોંધાયેલા મળ્યા હતા. ગુજરાતમાં પણ નવસારી લોકસભાના ચોર્યાસી વિસ્તારમાં ૪૦% ચકાસણી દરમિયાન ૧૨% શંકાસ્પદ મતદારો જણાયા હતા. તાજેતરમાં ચૂંટણી પંચે પોતે સ્વીકાર્યું છે કે SIR પ્રક્રિયામાં ગુજરાતના ૭૪ લાખથી વધુ (૧૪.૬૧%) મતદારો હયાત નથી, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે.વિદેશનીતિની નિષ્ફળતા અંગે ઘેરાવ કેન્દ્રની વિદેશનીતિની ટીકા કરતા કોંગ્રેસે જણાવ્યું કે, ચીનની ઘૂસણખોરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને નુકસાન પહોંચાડવા માટે વર્તમાન સરકાર જવાબદાર છે.










