એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં સાબરકાંઠા જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમનો એવોર્ડ

એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં સાબરકાંઠા જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમનો એવોર્ડ

સાબરકાંઠા જિલ્લાએ કિશોર-કિશોરીઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવા માટે હાથ ધરાયેલા એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમનો એવોર્ડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જિલ્લા કલેક્ટરશ્રી, સાબરકાંઠાની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કિશોર-કિશોરીઓને આયર્ન-ફોલિક એસિડ (IFA) પૂરક ગોળીઓના વિતરણ અને નિયમિત સેવાઓ સુનિશ્ચિત કરવાની કામગીરીમાં સાબરકાંઠા જિલ્લાએ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

રાજ્યકક્ષાએ તાજેતરમાં યોજાયેલી AMB-A વર્કશોપમાં જિલ્લા આર.સી.એચ.અધિકારિશ્રીને રાજ્યકક્ષાના અધિકારિશ્રીના હસ્તે સમયસર ડેટા એન્ટ્રી તથા ડેટાની ચોકસાઈ IFA સપ્લિમેન્ટેશનનું કવરેજ, રિપોર્ટિંગમાં સાતત્ય, જેવા મહત્ત્વપૂર્ણ માપદંડોના આધારે સાબરકાંઠા જિલ્લાને પ્રથમ ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થવું એ કિશોર-કિશોરીઓના શારીરિક વિકાસ, એકાગ્રતા, શૈક્ષણિક ક્ષમતા અને એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં આયર્ન ઉપલબ્ધ રહે તે હિમોગ્લોબિનની જાળવણી માટે અત્યંત આવશ્યક છે. આથી, નિયમિત IFA સપ્લિમેન્ટેશન, સંતુલિત અને આયર્નયુક્ત આહાર, પોષણ અંગેની જાગૃતિ તથા સમયસર આરોગ્ય તપાસ એનિમિયાના નિવારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ અભિયાનને અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગની સાથે શિક્ષણ વિભાગનો સહયોગ અને વાલીઓની સક્રિય ભાગીદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. શાળાઓમાં કિશોર-કિશોરીઓને નિયમિત IFA ગોળીઓનું સેવન, પોષણયુક્ત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવું, તેમજ વાલીઓ દ્વારા બાળકોના પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત અભિગમ અપનાવવો જરૂરી છે.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને કિશોર-કિશોરીઓના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવવા માટે કરવામાં આવતી કામગીરીની આ સિદ્ધિ છે. આ રાજ્યકક્ષાનું સન્માન આરોગ્યકર્મીઓ, શિક્ષણ વિભાગ, વાલીઓ અને અન્ય સહભાગીઓના સંકલિત પ્રયાસોને પ્રોત્સાહન પૂરું પાડશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો