MALIYA:માળીયા મિયાણાના વવાણીયા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું: ધારીયા-પાઈપ જેવા ઘાતક હથિયારો ઉછળ્યા, મહિલાઓ સહિત અનેક ઈજાગ્રસ્ત, સામસામી ફરિયાદ

માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે કૌટુંબિક મનદુખને કારણે બે જૂથો સામસામે આવી જતાં લોહીયાળ અથડામણ સર્જાઈ હતી. લગ્ન પ્રસંગ બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી આવતા પારિવારિક વિવાદમાં બંને પક્ષે ગેરકાયદે મંડળી રચી ધારીયા, લોખંડના પાઇપ, ટામી અને લાકડાના ધોકા વડે હુમલો કરતાં મહિલાઓ સહિત અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે માળીયા મિયાણા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કુલ ૩૧ શખ્સો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, વવાણીયા ગામે આંબલી નીચે આવેલી મસ્જિદ નજીક આ બનાવ બન્યો હતો. બંને પક્ષો વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન પ્રસંગ બાબતે કૌટુંબિક અણબનાવ ચાલી રહ્યો હતો. દરમિયાન બંને પક્ષના લોકો સામસામે આવી જતાં ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા.
પ્રથમ પક્ષની ફરિયાદ: ૧૭ શખ્સો સામે ગુનો – વીસીપરા (મોરબી) ખાતે રહેતા ફરિયાદી કાસમભાઇ દાઉદભાઈ બુચડ (ઉં.વ. ૪૧) લગ્ન પ્રસંગ અર્થે વવાણીયા ગયા હતા ત્યારે આ હુમલો થયો હતો.
ઈજાગ્રસ્તો / સાક્ષીઓ: હસીનાબેન, મામદભાઇ બુચડ, જેતુનબેન, ફિરોજ, હનીફભાઇ બુચડ, શકીનાબેન, અમીનાબેન, ખતીજાબેન, રફીકભાઇ, રુકસાનાબેન, ફરીદાબેન, કાસમભાઈ ટાક અને મરીયમબેન.
આરોપીઓ (૧૭ નામજોગ): હનીફ જુસબ ભટ્ટી, સબ્બીર જુસબ ભટ્ટી, અનવર જુસબ ભટ્ટી, મહમદ જુસબ ભટ્ટી, જાકુબ નુરમામદ ભટ્ટી, રફીક નુરમામદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, હુશેન નુરમામદ ભટ્ટી, અબ્રાહમ ઓસમાણ ભટ્ટી, દાઉદ અબ્રાહમ ભટ્ટી, અનવર જુસબ કચ્ચા, રહીમ મુસાભાઇ ભટ્ટી, આબીદ રહીમ ભટ્ટી, હમીદાબેન ઓસમાણ ભટ્ટી, આયશાબેન દાઉદ ભટ્ટી, હાજરાબેન જુસબ કચ્ચા અને રસીદ દાઉદ ભટ્ટી.
હુમલાની વિગત: સલીમ નુરમામદ ભટ્ટીએ ફરિયાદીને માથામાં ધારીયું ઝીંક્યું હતું, જ્યારે હનીફ જુસબ ભટ્ટીએ પાઇપ વડે પગમાં માર માર્યો હતો. અન્ય આરોપીઓએ ધોકા, ટામી અને છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
– સામા પક્ષની વળતી ફરિયાદ: ૧૪ શખ્સો સામે ગુનો સામા પક્ષેથી મૂળ વવાણીયાના અને હાલ મોરબીના વીસીપરામાં રહેતા રહીમભાઈ મુસાભાઇ ભટ્ટી (ઉં.વ. ૪૬) એ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓ ઉર્ષના મેળા પ્રસંગે વવાણીયા આવ્યા હતા
ઈજાગ્રસ્તો / સાક્ષીઓ: આબીદ, હાજરાબેન કચ્ચા, અનવર જુસબ ભટ્ટી, શરીફાબેન અને મહમદભાઈ ભટ્ટી.આરોપીઓ (૧૪ નામજોગ): મામદભાઈ કાસુભાઈ બુચડ, જેતુનબેન મામદભાઇ બુચડ, ફીરોજભાઈ મામદભાઇ બુચડ, સલમાબેન ફીરોજભાઈ બુચડ, કાસમભાઇ દાઉદભાઈ બુચડ, હસીનાબેન કાસમભાઇ બુચડ, હનીફભાઇ દાઉદભાઇ બુચડ, શકીનાબેન હનીફભાઇ બુચડ, અમીનાબેન દાઉદભાઇ બુચડ, રફીક મુસાભાઇ બુચડ, રૂકશાનાબેન રફીકભાઈ બુચડ, ફરીદાબેન સબ્બીરભાઈ નોબે, કાસમભાઇ ઓસમાણભાઇ ટાંક અને મરીયમબેન ઓસમાણભાઇ બુચડ.હુમલાની વિગત: કાસમભાઈ બુચડે લોખંડના પાઇપ વડે હાજરાબેનને માથામાં ગંભીર ઈજા કરી હતી. હનીફભાઇ બુચડે લાકડાના ધોકા વડે રહીમભાઈના હાથની આંગળી પર માર માર્યો હતો અને રફીક બુચડે પાઈપ વડે અનવરભાઈ પર હુમલો કર્યો હતો.આ લોહિયાળ અથડામણ બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માળીયા મિયાણા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.












