TANKARA:ટંકારાના સજનપરમાં જૂના મનદુઃખમાં બે પરિવારો બાખડ્યા

TANKARA:ટંકારાના સજનપરમાં જૂના મનદુઃખમાં બે પરિવારો બાખડ્યા

ટંકારા તાલુકાના સજનપર ગામે એક વર્ષ પૂર્વે માતાજીના માંડવા બાબતે થયેલું મનદુઃખ ફરી વકરતાં બે પાડોશી પરિવારો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે લાકડાના ફટકા અને ઇંટો વડે સામસામે હુમલા કરવામાં આવ્યા હતા. આ હિંસક બનાવમાં મહિલાઓ સહિત બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

​મળતી વિગતો અનુસાર, સજનપર ગામે રહેતા પરિવારો વચ્ચે આશરે એકાદ વર્ષ અગાઉ માતાજીના માંડવા મુદ્દે પારિવારિક ખટરાગ થયો હતો. આ જૂની અદાવતને લીધે બંને પક્ષો ફરી આમને-સામને આવી જતાં વાત વણસી હતી અને મારામારી શરૂ થઈ ગઈ હતી.

​પ્રથમ પક્ષની ફરિયાદ:મનીષભાઈ માવજીભાઈ જાદવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ કિશોરભાઈ મગનભાઈ જાદવ, જેરામભાઈ મગનભાઈ જાદવ, રમેશભાઈ મગનભાઈ જાદવ તથા ગીતાબેન રમેશભાઈ જાદવે અપશબ્દો બોલી શેરીમાં પડેલા રસોઈના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીના પિતા માવજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મનીષભાઈ અને કાજલબેનને પગના ભાગે ઈજા થઈ હતી.

​સામા પક્ષની વળતી ફરિયાદ:સામે પક્ષે જેરામભાઈ મગનભાઈ જાદવે નોંધાવેલી વળતી ફરિયાદમાં રાહુલભાઈ માવજીભાઈ જાદવ, હંસાબેન માવજીભાઈ જાદવ, કિશોરભાઈ માવજીભાઈ જાદવ, માવજીભાઈ દલાભાઈ જાદવ અને ખેંગારભાઈ માવજીભાઈ જાદવ સામે આક્ષેપ કર્યા છે. તેઓના જણાવ્યા મુજબ, ઉપરોક્ત લોકોએ ઝઘડો કરી લાકડાના ફટકા મારતાં જેરામભાઈને માથામાં ટાંકા આવે તેવી ગંભીર ઈજા થઈ હતી.

​બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો