કોઠંબા પોલીસ સ્ટેશન આર્મ એક્ટ તથા ધાડના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભીડ (એમ.પી.) ખાતેથી પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.

રીપોર્ટ આસીફ લુણાવાડા

 

કોઠંબા પોલીસ સ્ટેશન આર્મ એક્ટ તથા ધાડના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભીડ (એમ.પી.) ખાતેથી પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ તા.૨૪/૧૦/૨૦૨૬ થી તા.૨૩/૧૧/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ રાખેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. પો.ઇન્સ.વી.ડી.ધોરડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ. એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.

 

દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ.વી.ડી.ધોરડા નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, કોઠંબા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૭૭/૨૦૨૬ BNS કલમ ૩૧૦(૪), ૩૧૦(૫) તથા આર્મ એક્ટ ૨૫ (૧-બી) (એ) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સોહિલખાન ઉર્ફે સજ્જનખાન કમાલુદ્દીન ઉર્ફે પપ્પુખાન રહે. મહાવીરનગર તા.જી.ભીડ મધ્યપ્રદેશ નાનો હાલ પોતાના વતન ભીડ મધ્યપ્રદેશ ખાતે ઘરે હોવાની ચોક્ક્સ બાતમી આધારે એસ.ઓ.જી.ટીમના પો.સ.ઇ. એચ.બી.સીસોદીયા, એ.એસ.આઇ.કીર્તિપાલસિંહ તથા એ.એસ.આઇ. રાજેશકુમાર તથા હે.કો.અક્ષયકુમાર તથા પો.કો.નથુભાઇ એ રીતેના ટીમના માણસોને સુચના કરી ભીડ (એમ.પી.) મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત નાસતો ફરતો આરોપી મળી આવતાં હસ્તગત કરી મધ્યપ્રદેશ ભીડ જીલ્લાના દેહાત પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપી:- સોહિલખાન ઉર્ફે સજ્જનખાન કમાલુદ્દીન ઉર્ફે પપ્પુખાન રહે. મહાવીરનગર તા.જી.ભીડ મધ્યપ્રદેશ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો