નવસારીમાં રૂ. 3.50 લાખની લોન સામે 4.27 લાખ ચૂકવ્યા છતાં 10 લાખની માંગ: બે શખ્સો સામે ફરિયાદ

રૂ. 3.50  લાખના નાણાકીય વ્યવહાર બાદ ₹10 લાખની માગણી,ફરિયાદમાં અર્ટિગા કાર લઈ ગયાનો પણ આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં નાણાં ધીરધારના વ્યવહારને લઈને વ્યાજખોરી, ધાકધમકી અને વાહન લઈ જવા અંગેની ફરિયાદ સામે આવી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કપડાંનો વ્યવસાય કરતી એક મહિલાએ બે શખ્સો સામે નાણાંના વ્યવહારને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.

ફરિયાદમાં આરોપી તરીકે કૈમુદમહમદ શાહિદ શેખ (ઓલપાડિયા) અને મહમદશાહિદ અબ્દુલ રહેમાન શેખ (ઓલપાડિયા)નાં નામ દર્શાવવામાં આવ્યાં છે. ફરિયાદમાં બંનેનું સરનામું નવીન નગર, પારસી અગિયારી પાછળ, રાહત એપાર્ટમેન્ટ, નવસારી જણાવાયું છે.

ફરિયાદની વિગતો અનુસાર, મહિલાએ નાણાંની જરૂરિયાતને કારણે ₹3.50 લાખ ઉધાર લીધા હતા. આ નાણાંના વ્યવહાર સામે 16  ટકા વ્યાજનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે ફેબ્રુઆરી 2025થી ઑગસ્ટ 2025 દરમિયાન વ્યાજના નામે દર મહિને  56 હજારની રકમના વ્યવહાર થયા હતા. તેમ છતાં નાણાંની ઉઘરાણી અને વધુ રકમની માગણી ચાલુ રહી હોવાનો ફરિયાદમાં દાવો કરાયો છે.

વધુમાં, ફરિયાદીએ પોતાની અર્ટિગા કાર, નોંધણી નંબર GJ-21-CD-0482, લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કાર પરત મેળવવા તથા નાણાકીય વિવાદના સંદર્ભમાં આરોપીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાની રજૂઆત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, અંતે વ્યાજ અને અન્ય નાણાંના નામે કુલ રૂ.10 લાખની માગણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગ તરફથી મળતી વિગતો મુજબ  હાલમાં ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની સત્યતા, નાણાકીય વ્યવહારના પુરાવા, વ્યાજની ગણતરી અને વાહન અંગેની હકીકતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

નવસારી ટાઉન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમ, 2011ની કલમો ઉમેરી વધુની તપાસ પીએસઆઇ એમ.એમ. ચૌહાણ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો