WAKANER:વાંકાનેરના હોલમઢ ગામે તળપદા કોળી સમાજની અગત્યની બેઠક યોજાઈ: નવા બંધારણના અમલ માટે અટકવાર સમિતિની રચના

WAKANER:વાંકાનેરના હોલમઢ ગામે તળપદા કોળી સમાજની અગત્યની બેઠક યોજાઈ: નવા બંધારણના અમલ માટે અટકવાર સમિતિની રચના

હોલમઢ (વાંકાનેર):વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે તળપદા કોળી સમાજના નવા બંધારણના અમલીકરણ અને સમાજ સુધારણાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજની એકતા, પ્રગતિ અને સમયાનુરૂપ પરિવર્તન લાવવા અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગત ૪ ઓક્ટોબરના રોજ ભેંરડા ગામે સમસ્ત તળપદા કોળી સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં સર્વાનુમતે સમાજ માટે નવું બંધારણ ઘડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંધારણના નિયમો અને હેતુઓથી ગામના લોકોને વાકેફ કરવા માટે હોલમઢ ખાતે વિશેષ સભા બોલાવવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને ગ્રામજનોને નવા બંધારણની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી.

નવા બંધારણની યોગ્ય અને ચુસ્ત અમલવારી સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં ‘અટકવાર બંધારણ સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ પોતાના વિસ્તાર અને અટક પૂરતી જવાબદારી સંભાળી સમાજના નિયમોના પાલનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ બેઠકમાં ગામના વડીલો, યુવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના ડિજિટલ યુગ સાથે તાલ મિલાવી કુરિવાજો દૂર કરવા, શિક્ષણ અને સંગઠનને પ્રોત્સાહન આપવા તેમજ સમાજના સર્વાંગી વિકાસ તરફ આ બેઠક એક મજબૂત અને પ્રેરણાદાયી પગલું સાબિત થશે તેવો સૂર સૌએ વ્યક્ત કર્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો