મોડાસામાં જિલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત વોટચોરીના આક્ષેપો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં જિલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત વોટચોરીના આક્ષેપો

મોડાસા, અરવલ્લી: અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ શ્યામ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના આગેવાનોએ મતદાર યાદી અને વોટચોરીના મુદ્દે આક્ષેપો રજૂ કર્યા હતા.આ પ્રેસ કોન્ફરન્સમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નાં સેક્રેટરી સુભાષિની યાદવ તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અરવલ્લી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા વોટચોરીના આક્ષેપો સાથે આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનના ભાગરૂપે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં મતાધિકાર અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓને લઈને પક્ષની રજૂઆત કરવામાં આવી હતી.મોડાસામાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આગામી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી અને વોટચોરીના આક્ષેપોને લઈને દિલ્હીમાં યોજાનારા ધરણાં અંગે પક્ષનું વલણ રજૂ કર્યું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો