MORBI:મોરબી શનાળા રોડ પર જાહેરમાં જુગાર રમતી ૮ મહિલાઓ ₹૩૯,૭૫૦ની રોકડ સાથે ઝડપાઈ

મોરબી શહેરના શનાળા રોડ પર જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૮ મહિલાઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શનાળા રોડ પર આવેલી ગુજરાત હાઉસીંગ બોર્ડની મુખ્ય શેરીમાં જાહેરમાં તીનપત્તી (રોન)નો હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જાહેરમાં જુગાર રમતી ૮ મહિલાઓ ઝડપાઈ ગઈ હતી.

ઝડપાયેલી મહિલા આરોપીઓ:મંજુબેન નાથાભાઇ રાજાભાઇ લુણી (ઉં.વ. આશરે ૬૦, રહે. શિવશક્તિ સોસાયટી, ભૂમિ ટાવર પાછળ, વાવડી રોડ, મોરબી) પુજાબેન મનીષભાઇ શામજીભાઇ શેરશીયા (રહે. શિવશક્તિ સોસાયટી, ભૂમિ ટાવર બાજુમાં, નાની વાવડી, મોરબી)
દિવ્યાબા દેવદીપસીંહ ઉર્ફે મયુરસિંહ સંગ્રામસિંહ જાડેજા (રહે. શિવશક્તિ સોસાયટી, ભૂમિ ટાવર બાજુમાં, નાની વાવડી, શનાળા રોડ, મોરબી)ટિવંકલબેન નરેશભાઈ નાનજીભાઈ જસાપરા (રહે. રામેશ્વર પાર્ક, મહેન્દ્રનગર, સામાકાંઠે, મોરબી) વિલ્પાબેન હસમુખભાઇ ઘનશ્યામભાઇ વરમોરા (રહે. ક્રાંતિજ્યોત એપાર્ટમેન્ટ, સામાકાંઠે, મોરબી; મૂળ રહે. વિરપર સરા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઇ ઘોઘાભાઇ રાઠોડ (રહે. મહેન્દ્રપરા શેરી, મોરબી)
ધનેશ્વરીબેન સંજયભાઈ કરશનભાઇ સોનગ્રા (રહે. રોહન પાર્ક, પંચાસર રોડ, મોરબી) લીલાબેન ઉર્ફે ઇલાબેન આનંદભાઇ ઉર્ફે અણદાભાઇ મહાલીયા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી) પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપાના તેમજ કુલ ₹૩૯,૭૫૦/- ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













