MORBI:ભારે ..કરી. મોરબી વિસીપરામાં રહેતા શ્રમિક યુવકના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ₹૮૦,૦૦૦ ઉપાડી લીધા  

MORBI:ભારે ..કરી. મોરબી વિસીપરામાં રહેતા શ્રમિક યુવકના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ₹૮૦,૦૦૦ ઉપાડી લીધા

મોરબી:શહેરના વિસીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક પરપ્રાંતીય યુવક સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ યુવકના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી બે અલગ-અલગ યુપીઆઈ (UPI) મારફતે કુલ ₹૮૦,૦૦૦ ની રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના પિઠોરી ગામના વતની અને હાલ મોરબીના વિસીપરા લાયન્સનગર, ચરમરીયા દાદાના મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા બડેલાલ પ્રસાદ (ઉં.વ. ૨૯) મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ઘરે હાજર હતા ત્યારે પોતાના મોબાઇલમાં ગૂગલ પે (Google Pay) એપ્લિકેશન ઓપન કરી બેંક ઓફ ઈન્ડિયાના ખાતાનું બેલેન્સ ચેક કર્યું હતું. તે વખતે ખાતામાં ₹૩,૩૬,૭૬૬ જમા હતા.

જોકે, તે જ સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા અનધિકૃત રીતે બે વ્યવહારો કરવામાં આવ્યા હતા. જેમાં રાકેશ નામના વ્યક્તિના ફોનપે યુપીઆઈ આઈડી પર ₹૫૦,૦૦૦ અને અમજતખાન નામના યુપીઆઈ આઈડી પર ₹૩૦,૦૦૦ મળી કુલ ₹૮૦,૦૦૦ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું.

ખાતામાંથી અચાનક રકમ કપાઈ જતાં ભોગ બનનાર યુવકે તુરંત સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ₹૮,૦૦૦ હોલ્ડ થયા હતા. પરંતુ બાકીની રકમ પરત ન મળતા આખરે બડેલાલ પ્રસાદે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે બંને યુપીઆઈ આઈડી ધારકો વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ ૩૧૮ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬-સી હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો