દિવાળી પૂર્વે કાલોલ પોલીસ એક્શનમાં: DySP નવીન આહીરની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે સુરક્ષા અંગે બેઠક યોજાઈ.

તારીખ ૨૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને અનુલક્ષીને સુરક્ષા અને જનજાગૃતિ અંગે એક મહત્વપૂર્ણ બેઠક નાયબ પોલીસ અધિક્ષક નવીન આહીર ની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં કાલોલ શહેરના અગ્રણી વેપારીઓ, જ્વેલર્સ એસોસિએશનના સભ્યો, ફાઇનાન્સરો, આંગડિયા પેઢીના સંચાલકો ફરસાણના વેપારીઓ અને વેપારી મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો દ્વારા બેંકોમાંથી દાગીના લેવા-મૂકવા, નવા દાગીનાની ખરીદી અને મોટી રકમની રોકડ ઉપાડની પ્રવૃત્તિમાં વધારો થતો હોય છે. આવા સંજોગોમાં ગુનાહિત તત્વો રેકી કરી ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓ આચરે તેવી શક્યતા રહેતી હોય છે. આથી નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પોલીસ અને વેપારીઓ વચ્ચે સંકલન વધુ સુદૃઢ બને તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બેઠકમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં બેંકો અને બેંક પરિસરની આસપાસ સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવી.,મોટી રકમની લેવડદેવડ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવી.,જ્વેલરી શોપ અને વેપારી પ્રતિષ્ઠાનોમાં સુરક્ષા કર્મચારી અને સીસીટીવી ફરજિયાત રાખવા., કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક 112 અથવા કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અંતમાં DySP નવીન આહીર અને પીઆઇ આરડી ભરવાડે તમામ વેપારીઓને તહેવારો દરમિયાન પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો