TANKARA: ટંકારાના હરબટીયાળી નજીક ‘પોલીસને બાતમી કેમ આપે છે’ કહી બે યુવકો પર ૧૦ શખ્સોનો જીવલેણ હુમલો

TANKARA: ટંકારાના હરબટીયાળી નજીક ‘પોલીસને બાતમી કેમ આપે છે’ કહી બે યુવકો પર ૧૦ શખ્સોનો જીવલેણ હુમલો

ટંકારા-રાજકોટ હાઈવે પર આવેલા હરબટીયાળી ગામના પાટિયા પાસે એલસીબી પોલીસને બાતમી આપવાની શંકા રાખી બે યુવકો પર ૧૦ શખ્સોના ટોળાએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકો પૈકી એકને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ટંકારા પોલીસે બે નામજોગ સહિત ૧૦ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ટંકારા તાલુકાના મીતાણા ગામના પ્રભુનગરમાં રહેતા જયદીપભાઈ બાબુભાઈ બસીયા અને સાહેદ રાહુલભાઈ હરબટીયાળી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી કનુભાઈ મશરુભાઈ ઝાપડા, મુકેશભાઈ મશરુભાઈ ઝાપડા તેમજ અન્ય ૮ અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી બંનેને આંતર્યા હતા. આરોપીઓએ “તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે?” તેમ કહી બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ પાઈપ અને લાકડાના ધોકા વડે બંને યુવકો પર તૂટી પડી બેફામ ઢોરમાર માર્યો હતો. આ હુમલામાં જયદીપભાઈને જમણા પગે તેમજ શરીરે ગંભીર મુંઢ ઈજાઓ થઈ હતી, જ્યારે રાહુલભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત જયદીપભાઈ બસીયાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી કનુભાઈ ઝાપડા, મુકેશભાઈ ઝાપડા તથા અન્ય ૮ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જીપી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો