MALIYA માળીયા (મીં) સરવડ ગામે દરજીની દુકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ શખ્સો ઝડપાયા

માળીયા મીંયાણા તાલુકાના સરવડ ગામમાં આવેલી એક દરજી કામની દુકાનમાં ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસે ઓચિંતો દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹૫૪,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા મીંયાણા તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સરવડ ગામમાં હરિભાઈ વાલમજીભાઈ પીઠડીયાની દરજીની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન દુકાનની અંદર જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા પાંચ ઈસમો ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:હરિભાઈ વાલમજીભાઈ પીઠડીયા (રહે. સરવડ)રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર (રહે. નાનાભેલા, તા. માળીયા)હિંમતભાઈ રતિલાલભાઈ લોદરીયા (રહે. સરવડ)રમેશભાઈ વાઘજીભાઈ વરસડા (રહે. સરવડ)રમેશભાઈ મહાદેવભાઇ આદ્રોજા (રહે. સરવડ)
પોલીસે જુગારના પટમાંથી તેમજ અંગઝડતી દરમિયાન રોકડા રૂપિયા ૫૪,૯૬૦ જપ્ત કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.













