કોઈ માલવણ ના શ્રી પ્રાણનાથ જી મંદિર ખાતે 20 શરદપૂર્ણિમા નિમિત્તે ગોટા પારાયણ અને શ્રી દેવચંદજી મહારાજ શ્રી નો પ્રાગટ્ય દિન, બ્રહ્મ લીન શ્રી 108 રાધેશ્યામ મહારાજ ધામી બાલાસિનોર ના નવિન સ્ટેચ્યુ નું અનાવરણ વિધિ મહારાજ શ્રી ધનીદાસ જી અને ઉપસ્થિત સૌ સુંદર સાથ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું .


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી અનુસુચિત જાતિ વિકાસ મંડળ દ્વારા આયોજીત અને ગુજરાત સરકાર ના સાંસ્કૃતિક યુવા વિકાસ વિભાગ દ્વારા સહયોગ થી હાથ ધરવામાં આવ્યું હતું
શ્રી પ્રાણનાથ જી મંદિર 16 ગામ સંચાલિત માલવણ માં 18 ગોટા પારાયણ તેમજ શરદપૂર્ણિમા રાશિ ગરબા નો દીપ પ્રાગટ્ય શ્રીમતી પ્રેરણા બેન વિરપરા પ્રમુખ શ્રી વાલજીભાઈ પરમાર, મંત્રી શ્રી દિનેશભાઈ પરમાર, સૌ ટ્રસ્ટી ગણ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સંતરામપુર ના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ વણકર તેમજ સંગીત કલાકાર શ્રી મતિ હંસા બેન બારોટ ગૃપ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગરબા ની શરૂઆત કરી હતી અને વહેલી સવાર સુધી રાહ ગરબા ની રમઝટ જામી હતી યુવા યુવતીઓ ગરબે ઘુમી હતી
રાધેશ્યામ મહારાજ શ્રી ના સ્ટેચ્યુ ના દાતા શ્રી વાલજીભાઈ પરમાર અને સહ પરિવાર સેવા તેમની માતૃ હિરાબા ના સ્મરણાર્થે આપી હતી જેઓનું બહુમાન કરવામાં આવ્યું સૌ સેવા દારો નું પણ શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપ્યા હતા
સમગ્ર કાર્યક્રમનું આયોજન 16 ગામ ટ્રસ્ટી મંડળ પ્રણામી સમાજ દ્વારા કરવામાં આવ્યું અને સંચાલન શ્રી દિનેશભાઈ પરમાર માલવણ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ ઉપસ્થિત ભાઈ બહેનો એ મહાપ્રસાદ ભંડારાનો લાભ લીધો જેની સેવા ગામડી નિવાસી શ્રી કાળુભાઈ પરીવાર શ્રી ચિરાગ શ્રી મતિ હસું બેને આપી લ્હાણી સેવા માલવણ સરપંચ શ્રી વિતરણ કરી કાયૅ કમ નું સમાપન કર્યું હતું









