અરવલ્લી જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આશા વર્કર, એ.એન.એમ. અને આંગણવાડી કાર્યકરોની સંયુક્ત તાલીમ યોજાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આશા વર્કર, એ.એન.એમ. અને આંગણવાડી કાર્યકરોની સંયુક્ત તાલીમ યોજાઈ

અરવલ્લી જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત માતા અને બાળ આરોગ્યમાં સુધારો લાવવા, સંસ્થાકીય પ્રસૂતિ તથા બાળ રસીકરણને પ્રોત્સાહન આપવા અને પોષણ તથા સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી આશા વર્કર, એ.એન.એમ. અને આંગણવાડી કાર્યકરોની સંયુક્ત તાલીમનું આયોજન શામળાજી ખાતે પંચાલ સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, શામળાજી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, બાળ વિકાસ યોજના અધિકાર પંચાલવાડીના તેમજ વિવિધ વિષયોના તાલીમકારો અને વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

તાલીમ દરમિયાન માતા અને બાળ આરોગ્ય, સંસ્થાકીય પ્રસૂતિનું મહત્વ, બાળકોનું સમયસર રસીકરણ, બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસ દરમિયાન આરોગ્ય અને પોષણનું મોનિટરિંગ, પોષણયુક્ત આહાર તથા સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક તથા વર્તણૂકીય પરિવર્તન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગ વચ્ચે સંકલન મજબૂત બનાવી અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માતાઓ, બાળકો અને કિશોરીઓ સુધી આરોગ્ય, પોષણ અને જાગૃતિ સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો, એ.એન.એમ. અને આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ મેદાની સ્તરે કામગીરીને વધુ અસરકારક બનાવી અરવલ્લી જિલ્લામાં માતા-બાળ આરોગ્ય, પોષણ, રસીકરણ અને કિશોરી આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવાનો રહ્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો