દિવાળી પૂર્વે કેન્દ્રના ધોરણે DAમાં વધારો જાહેર કરવા મુખ્યમંત્રીને ABRSM- ગુજરાતની રજૂઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ABRSM- કચ્છ દ્વારા રજૂઆતને આવકારાઈ.

કેન્દ્રના ધોરણે ગુજરાતના કર્મચારીઓ-પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થું આપવાની માંગ.

ભુજ, તા. 29 ઓક્ટોબર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા આવકારવામાં આવી છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેષભાઈ બી. ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલ દ્વારા મુખ્યમંત્રીને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. વધતી મોંઘવારીના સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ કેન્દ્રના ધોરણે આ વધારો જાહેર કરવામાં આવે તે જરૂરી છે.પત્રમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે મોંઘવારીને કારણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં કર્મચારીઓ અને પેન્શનરોના ઘરખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બાળકોના શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો રાહતરૂપ બની શકે છે. તેથી આગામી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો દિવાળી પહેલાં જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના હિતને ધ્યાનમાં રાખીને આ માંગ અંગે હકારાત્મક નિર્ણય લેશે. દિવાળી જેવા પર્વ પૂર્વે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે તો રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે તથા તેમના પરિવારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાશે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં કરવામાં આવેલી આ રજૂઆતને આવકારી છે અને રાજ્ય સરકાર કેન્દ્રના ધોરણે 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી કર્મચારી-પેન્શનર વર્ગને દિવાળી પૂર્વે રાહત આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો